અમેરિકામાં ઘાતક વાયરસનો વિસ્ફોટ, રેકોર્ડ બ્રેક 70 હજારથી વધુ કેસ આવ્યા સામે

વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે કોરોના વાયરસની રોગચાળાએ અમેરિકામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.