સુરત વરાછા પોલીસે મંત્રી ના પુત્ર અને તેમના સાગરીતો મળી કુલ 3 સામે કર્યો ગુનો દાખલ, તમામ ની ધરપકડ બાદ થયો છુટકારો..

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોનો મહિલા કોન્સ્ટેબલ સાથેનો સૌ પહેલા ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ વિવાદને લઇને અન્ય બે વીડિયો સામે આવ્યાં હતા. જો કે હવે આ વિવાદને લઇને શહેરની પોલીસે વરાછા પોલીસ સ્ટેશનમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે ફરિયાદ નોંધી છે. પ્રકાશ કાનાણી અને તેમના 2 મિત્રો સામે 8 જુલાઇના રોજ કર્ફ્યું ભંગ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.