જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી દંપતીએ બે યુવાનોને પાઇપ ફટકાર્યો

ભુજ: શહેરના હંગામી આવાસ બસ સ્ટેશન પાસે બે યુવાનોને દંપતી અને તેમના પુત્ર સહિત ત્રણેય અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી માર મારતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇજા પામનાર નયર પરબત મારવાડા (ઉ.વ.16) રહે. આશાપુરા નગર, ભુજ અને કમલેશ મોહનસીંહ સોઢા (ઉ.વ.20) રહે. હંગામી આવાસ જીઆઇડીસી ભુજ વાળાને રાજેશ મયુરભાઇ પલણ અને તેમની પત્ની પુનમબેન પલણ તેમજ તેમનો પુત્ર રોહન રાજેશભાઇ પલણ અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી લોખંડના પાઇપ વડે માર મારી, ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અગાઉ બબલી ઘાંચી જોડે થયેલી માથાકુટનું મનદુ:ખ રાખી તેમણે માર માર્યો હતો અને કહ્યું હતું કે, તમો બબલીને દારૂ પીને અમારા ઘરે કેમ મોકલાવો છો. ઇજાગ્રસ્તોએ બી-ડિવિજન પોલીસ મથકે ફોજદારી નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.