તીન પત્તીનો જુગાર રમતાં ઇસમોને રૂપિયા ૨૬,૮૩૦/- ના મુદૃામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ

અમદાવાદ: પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ રાખવા તેમજ કોવીડ–૧૯ મહામારી અન્વયે જીલ્લા કાર્યક્ષેત્ર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખી કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે સારૂ એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્યના પો.ઇન્સ.શ્રી પી.આર.જાડેજા સાહેબ ને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જિલ્લા વિસ્તારમાં એસ.ઓ.જી. લગત કામગીરીમાં હતા, તે દરમ્યાન મળેલ ચોક્કસ આધારભુત માહિતી આધારે કેટલાક ઇસમો તીન પત્તીનો પૈસા પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરતાં આઠ ઇસમો ઝડપાયા.અંગ ઝડતી માંથી રોકડ રકમ રૂ.૧૪,૫૫૦/- તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂ.૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ–૦૬ કિ.રૂ.૧૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૬,૮૩૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી બાવળા પો.સ્ટે. જુગાર ધારા ૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
૧) ભાવિક સુદેશભાઇ અજાન રહે. મ.ન.ડી/૨૦૩ પ્રહલાદપાર્ક સત્યમેવ હોસ્પીટલ ની બાજુમા ચાંદખેડા, અમદાવાદ શહેર
૨) રાજ ભરતભાઇ બારોટ રહે. વનમાળી વાકાની પોળ મ.નં.૩૦૭૧ શાહપુર અમદાવાદ
૩) શૈલેષભાઇ મફતલાલ પટેલ રહે. યુ.૪૦૧ માધવ હોમ્સ ગેલેક્ષી ઓપલની સામે વસ્ત્રાલ અમદાવાદ
૪) જયેશભાઇ બાબુલાલ ગાંધી રહે. વનમાળી વાકાની પોળ મ.નં.૩૦૭૧ શાહપુર અમદાવાદ
૫) મોહસીન અહેમદહુશેન દિવાન સરખેજ સીપાઇવાસ બાબુભાઇની ચાલી તા.સીટી. જી. અમદાવાદ
૬) મહંમદહુશેન દિલાવરહુશેન શેખ ઇ/૪૪૧ સંકલીતનગર જુહાપુરા તા.સીટી જી અમદાવાદ ૭) સંજયભાઇ ગગજીભાઇ પરમાર રહે. શાક માર્કેટ અશ્વિનભાઇ વણકરના મકાનમાં બાવળા મૂળ રહે. પટેલ શેરી બરવાળા જિ.બોટાદ
૮) મહંમદહનીફ કાળુભાઇ કુરેશી રહે. ફતેવાડી કેનાલની પાછળ લસ્સીના કારખાનાની ગલી મ.નં.૦૫ સોનાપાર્ક ફતેવાડી સરખેજ તા.સીટી જી. અમદાવાદ
રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર