પાળીયાદ પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ અને  બોટાદ પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.બી.કરમટીયા તથા સ્ટાફના માણસોએ પાળીયાદ પોલીસ સ્ટેશનના હડદડ ગામમાં વર્ષ ૨૦૧૯ ની સાલમા થયેલ ઘરફોડ ચોરી ગૂ.ર.નં. ૫૩/૧૦૧૯ આઈ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ ના આરોપીને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલેલ છે.

 પકડાયેલ આરોપીનુ નામ

1 અલ્પેશભાઈ ઉર્ફે અપ્પુ પ્રેમજીભાઈ જમોડ જાતે-ત.કોળી ઉ.વ.૨૫ રહે- ગામ હડદડ તા.જી.બોટાદ

 આરોપી પાસેથી મળેલ આવેલ મુદ્દામાલની વિગત

1 એક સેમસંગ કપંનીનો કાળા કલરનો સાદો મોબાઈલ ફોન જેનો જેનો (1) IMEI NO- 355368095378628/01   (2) IMEI NO- 355369095378626/01 

2 રોકડા રૂ.૩૫૦૦/- આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ

H.C.ભગવાનભાઈ ભીલ P.C.ભાવેશભાઈ શાહ P.C.ઋષિરાજસિંહ ગોહિલ P.C.કુલદિપસિંહ વાઘેલા P.C.વનરાજભાઈ ડવ P.C.ગોકુલભાઈ ઉલવા

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ