ગ્રામ્ય વિસ્તારોમાં ઉંચા વ્યાજે નાણાં ધીરનાર કર્ણાટક ના બે ઇસમો પકડાયા

ગોધરા, પંચમહાલ માં કર્ણાટક ના કેટલાક શખ્સો દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં જઈ 10% જેટલા ઉંચા વ્યાજે નાણા આપી દાદાગીરી કરનારા ની બાતમી આધારે જિલ્લા એસઓજી દ્વારા તપાસ હાથ ધરવા માં આવતા કાલોલ ના ચલાલી ગામે થી 2 શખ્સ ને ઝડપી લેવામા આવ્યા છે જેઓ ગરીબ ભોળી પ્રજા ને ઉંચા દરે પ્રથમ નાણાં આપી ને લાલચાવતા હતા અને ત્યારબાદ વ્યાજ સહિત નાણા પડાવી લેતા અને આ માટે કોઈ પણ પ્રકારના ધીરધાર ના લાયસન્સ મેળવેલ ના હોઈ એસઓજી દ્વારા 2 શખ્સ ને ઝડપી લેવાયા છે.