પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શીલજ સર્કલ નજીકથી ઝડપી પાડતી એલ.સી.બી/પેરોલફર્લો અમદાવાદ ગ્રામ્ય

નાસતા ફરતા તેમજ પેરોલ/ફર્લો થયેલ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી. અસારી સાહેબનાઓએ એલ.સી.બી નાઓને ખાસ સુચના કરેલ તે અન્વયે એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આર જાડેજા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે જાડેજા સાહેબ, પો.સ.ઇ શ્રી બી.એચ ઝાલા સાહેબ ની સુચના આધારે એલ.સી.બી ની ટીમ બનાવી નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ/ફર્લો જમ્પ આરોપીઓ પકડવા કવાયત હાથ ધરેલ તેના ભાગરૂપે પો.કો. જયદીપસિંહ ભગવતસિંહ અને મહાવીર સિંહ રૂપસંગસિંહ ને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે બોપલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.-૩૮૭/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ.ઇ.,૮૧ નાસતા ફરતા આરોપી મહેશભાઈ બાબુભાઈ દંતાણી ઉ.વ.-૩૦ રહે. આંબલી રોડ સ્ટેશન હાલ રહે, બી/૨૦૧, આશ્રય અરાઈઝ ફ્લેટ,શીલજ કેનાલ પાસે તા. દસ્ક્રોઇના ને શીલજ સર્કલ નજીકથી ઝડપી પાડેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આર જાડેજા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી બી.એચ ઝાલા સાહેબ, એ.એસ.આઇ ભરતસિંહ ચૌહાણ, પો.કો અજીતસિંહ પઢેરીયા, પ્રદ્યુમનસિંહ પરમાર, જયદીપસિંહ ચાવડા, મહાવીરસિંહ પઢેરીયા, શક્તિસિંહ વનાર વગેરે હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર