એસ.ઓ.જી. શાખા. અમદાવાદ ગ્રામ્ય દ્વારા એક શખ્સની ગેર કાયદેસર હથિયાર સાથે અટકાયત

7e65d867-945a-4bc0-8b9e-d76da278b881

અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી. અસારી સાહબે જિલ્લામા

એસ.ઓ.જી લગત કામગીરી કરવા આપેલ સૂચનાઓને અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટરશ્રી પી.આર.જાડેજા સાહેબ ના માર્ગદર્શન અને દેખરેખ હઠેળ એસ.ઓ.જી પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ આધારભૂત માહિતી ના આધારે વાસવા ગામની સીમ માંથી દરીયા શાહુ જાતે સિંધી(ડફેર)  રહે.વાસવા ગામની સીમ, બહુચર માતાના મંદિર પાછળ તા.વિરમગામ જી.અમદાવાદ વાળાને એક દેશી હાથ બનાવટની મઝલલોડ બંદૂક કિં.રૂ.૫૦૦૦/- ની ગેરકાયદેસર પોતાના કબજા ભોગવટામા વગર લાયસન્સે મળી આવતા તેના વિરુદ્ધમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ મુજબ ગુનો રજી. કરાવવામા આવેલ છે. અને આગળની તપાસ વિરમગામ રૂરલ પો.સ્ટે. દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આરોપી :-

દરીયા શાહુ જાતે સિંધી (ડફેર) રહે. વાસવા ગામની સીમ,બહુચર માતાના મંદિર પાછળ તા.વિરમગામ

જી.અમદાવાદ

હથિયાર ની વિગત :-

એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૫૦૦૦/-

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર