કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેની સગીરાનું અપહરણના ગુનામાં પંચમહાલ વિસ્તારના યુવાનની સંડોવણી ખુલી

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક પરિવારની ચૌદ વર્ષ છ માસની સગીર વયની પુત્રી ગત તા. 6 જુલાઈથી પોતાના ઘરેથી લાપતા બની ગઈ હતી. આ અંગે ઉપરોક્ત સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં પોતાની પુત્રીને કોઈ શખ્સ લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં સગીરાના પિતાએ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલ ભાટીયા ગામે રહેતા ભાવેશ ઉર્ફે ભીખુ નામના એક શખ્સનું નામ શકદાર તરીકે જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉપરોક્ત શખ્સના બે અલગ અલગ મોબાઈલ નંબર પણ પોલીસમાં જાહેર થયા છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ. પી. સી. કલમ 363 તથા 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નથી આગળની તપાસ પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.