આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર થયેલ જાનલેવા હુમલો

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના મુદ્રા તાલુકા ના ધ્રબ ગામના સરપંચ ના જમાઇ અને તેમના માણસો દ્વારા આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર બપોરે ૧૨:૪૦ કલાકે લાકડી તેમજ પાઇપ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે… ઇબ્રાહિમ ભાઈ તુર્ક ધ્રબ ગામના પંચાયત ની ચાલતી તમામ માહિતી સપ્ટેમ્બર માસમાં RTI દ્વારા માંગેલ અને આ માહિતી ના આપતાં તેઓ વારંવાર અપીલ ગયેલા આ બાબતે સરપંચ દ્વારા તેમના જમાઈ અને તેના માણસો દ્વારા જાનલેવા હુમલો કરેલ છે ઇબ્રાહિમ ભાઈ તુર્ક અત્યારે અદાણી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા છે…