જુગાર રમતા ઈસમોને પકડી પાડતી ધોળકા રૂરલ પોલીસ

મ્હે.આઈ.જી.પી શ્રી જે.આર.મોથલિયા સાહેબ, અમદાવાદ રેન્જ તથા મહે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહી-જુગારની ગે.કા પ્રવ્રુતી સદંતર નેસ્તનાબુદ કરવા સૂચના આપેલ.તેમજ મદદનિશ પો.અધિ.શ્રી નિતેશ પાન્ડેય સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.બી.અસારી પોલીસ ઇન્સ્પેક્ટર ધોળકા રૂરલ પો.સ્ટે.નાઓની સુચના મુજબ અ.હેડ.કોન્સ. ગંભીરસિંહ નટવરસિંહ તથા અ.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જોરાવર્સિંહ તથા પો.કો. વિશાલકુમાર કાંતિભાઇ તથા અ.લો.ર હરદેવસિંહ મહેન્દ્રસિંહ તથા અ.લો.ર જયદીપસિંહ જગવતસિંહ તથા અ.લો.ર નરેન્દ્રભાઇ ગોપાલભાઇ એ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન આંબલીયારા ગામે પહોચતાં સાથેના પો.કો. વિશાલકુમારનાઓને બાતમી હકીકત મળેલ કે આંબલીયારા ગામે આવેલ પાણીની ટાંકીના બગીચા આગળ ખુલ્લામાં કેટલાક ઈસમો પૈસા પાના વડે જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા સદર જગ્યાએ ત્રણ ઈસમો (૧) જગદીશભાઇ કાંન્તીભાઇ ઠાકોર (૨) અશોકભાઇ અંબારામભાઇ પરમાર (૩) શૈલેષભાઇ પ્રભુભાઇ ઠાકોર રહે.તમામ આંબલીયારા તા-ધોળકાનાઓને ગંજીપાના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧૨,૬૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા બે ઇસમો (૧) ભગાભાઇ મલાજી ઠાકોર (૨) નવલભાઇ જક્શીભાઇ ભરવાડ બન્ને રહે. આંબલીયારા તા-ધોળકા નાઓ નાશી ગયેલા જે બાબતે ધોળકા રૂરલ પો.સ્ટે ખાતે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારીઓ:-
હેડ.કોન્સ. ગંભીરસિંહ નટવરસિંહ બ.નં૭૪૨ અનેમહેન્દ્રસિંહ જોરાવર્સિંહ તથા પો.કો. વિશાલકુમાર કાંતિભાઇ, હરદેવસિંહ મહેન્દ્રસિંહ, જયદીપસિંહ જગવતસિંહ અને નરેન્દ્રભાઇ ગોપાલભાઇ
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર