ભુજ તાલુકાનાં કેરા ગામ ખાતે ગજોડ સીમમાં પ્રદૂષણ ફેલાવતી કંપની એફસેલ ક્રોપ કેર.

ભુજ તાલુકાનાં કેરા ગામ પાસે ગજોડ સીમમાં આવેલી એકસેલ ક્રોપ કેર લીમીટેડ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાથી આ ગામની પ્રજાએ આ કંપની બંધ કરવા માટે તંત્રને અનેક વખતે રજૂઆતો કરેલી છે. આ કંપનીના પ્રદૂષણથી અગાઉપણ અબોલા જીવોના મોત પણ થયા છે. તેવા માંજ ફરીથી આ કંપનીની ગેટની બહાર ત્રણ વાછરડા તેમીન સારવાર માટે તડફડતા જોવા મળેલ હતા જેથી એચ.જે.ડી. કોલેજના ડ્રાઈવરોએ ગૌ પ્રેમીઓને જાણ કરતાં એ લોકોએ સુપાર્શ્વ જૈન સેવા મંડળને બોલાવી આ વાછરડાને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે આ વાછરડાને ભુજ શહેરની વિવિધલક્ષી પશુચિકિત્સાલયમાં લાવવામાં આવ્યા હતા. વ્યા દરવાજાની નજીક એક ગાયનો મૃતદેહ ત્રણ દિવસથી પડેલો જોવા મળેલ હતો અને આ વાછરડા એક્સેલ કંપનીની ઝેરી અસરથી બિમાર પડ્યા છે અને અત્યારે પણ આ કંપનીમાં ઘણા મૃતદેહો પડ્યા છે તેવું કેરના રહવાસીએ જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪  કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨  અને ૭૩ ઉપર રાત્રે ૮ :૦૦ થી ૮:૩૦ અને ૧૦: ૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *