રાણાવાવમાં વરલી મટકાના શખ્સ ઝડપાયા

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ ડ્રાઈવ અન્વયે એમ.એન.દવે તથા એન.એમ.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો રાણાવાવ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બટુકભાઇ વિંઝુડા તથા રમેશભાઇ તથા ગોવિંદભાઇ મકવાણા વગેરેને અલગ અલગ મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ ટાઉન વિસ્તારમાથી આરોપીઓને વરલી મટકાના આકડાના સાહિત્ય સાથે જુગાર રમતા પકડી પાડી બે કેશ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા બે અલગ અલગ ગુના રજીસ્ટર કરાવેલ છે. આરોપીમાં (1) મનસુખ શંકરભાઇ પનારા રહે. વાગડીયાવાસ તા.રાણાવાવ જિ.પોરબંદર, (2) નહિ પકડાયેલ બશીર ઇસ્માઇલભાઇ શમા રહે. જરડી ચોક રાણાવાવ જિ.પોરબંદર નામના આરોપીમાં આસિફ ઉર્ફે ગનો મહમદહુશેન શેખ રહે, બાપુનગર, તા.રાણાવાવ, જી.પોરબંદર (2) જમીલ સીદીકભાઇ કાદરી રહે, બાપુનગર,તા.રાણાવાવ જી.પોરબંદર (3) નહીં પકડાયેલ બશીર ઇસ્માઇલભાઇ શમા રહે, જરડીચોક, રાણાવાવ, જી.પોરબંદર વગેરે ભાગીદારીમાં જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડી વરલી મટકાના આકડા લખેલ કુલ ચિઠ્ઠીઓ નંગ-07, કિ.રૂા.00/00, તથા બોલપેન નંગ-01, કિ. રૂા.00/00 તથા રોકડા રૂા.7,670/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-02, કિ.રૂા. 5,000/- મળી કુલ રૂા.12,670/-ના મુદામાલ સાથે મળી આવી ગુન્હો કર્યા બાબત. કામગીરી કરનાર પોરબંદર રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.