ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીસ વિભાગ પાસે ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્ફેકશન કરાવી એન.ઓ.સી. મેળવી લેવા માટે નોટિસ આપવામાં આવેલી છે પરંતુ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા રૂલ્સ પ્રમાણે એન.ઓ.સી. લેવામાં નથી આવી.

ભુજ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ તમામ બહુમાળી ઇમારતો સીનેમાં ગૃહો મલ્ટીપ્લેક્ષ એકમો , મોલ, સી.એન.જી.પેટ્રોલપંપો એલ.પી.જી, ગોડાઉનો,હેઝાર્ડ્સ,ઇન્ડસ્ટ્રીયલ તેમજ અન્ય તમામ એકમોના ઓર્ગેનાઇઝર ચેરમેન વગેરેને ભુજ નગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીસ કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કટ્રોલ રેગ્યુલેશન ૨૦૧૭માં જણાવેલ જોગવાઈ મુજબ જાહેર જનતાની સલામતી અર્થે ફાયર પ્રીવેન્સન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ અને તેમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડવા ફરજીયાત છે. અને પ્રત્યેક વર્ષે ફાયર સેફ્ટીના રૂલ્સ પ્રમાણે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીસ વિભાગ પાસે ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્ફેકશન કરાવી એન.ઓ.સી. મેળવી લેવાનું નોટિસમાં જણાવવામાં આવેલ છે. પરંતુ ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ રૂલ્સ પ્રમાણે એન.ઓ.સી. લીધેલ નથી એ બદલે ભાડામાં લેખિત પણ જાણ કરવામાં આવી હતી. અને આગના બનાવ બનતા હોવાના કારણે આ બનાવને ધ્યાનમાં લઈને જાહેર નોટિસ આપવામાં આવી છે. તેવું ભુજ નગરપાલિકાના ફાયર ઓફિસરે જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *