કચ્છની શાળાઓએ ફરી ફીના ઉઘરાણા શરૂ કર્યા: વાલીઓમાં ફેલાયો રોષ

ભુજ: વૈશ્વિક મહામારી કોરોનાને પગલે શાળાઓ બંધ હોય વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. પુન: શાળાઓ ક્યારે ધમધમતી થાય તે અંગે હાલે અસંજણતા છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ખાનગી શાળા સંચાલકોને ફીના ઉઘરાણા ન કરવા સૂચન હોવા છતાં વાલીઓ પર ફી બાબતે સતત દબાણ કરતું હોય છે જિલ્લામાં ફરી શાળાઓએ ફીની માંગણી કરતાં મેસેજો વાલીઓને કરવાના શરૂ કરતાં સરકારની સૂચનાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે આ અંગેની માહિતી અનુસાર શિક્ષણ ને ધંધાનું રૂપ આપી દેવામાં આવ્યું હોઈ કચ્છમાં બિલાડીના ટોપની જેમ ખાનગી શાળાઓ ફૂટી નીકળી છે હાલે કોરોનાને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓને માટે હજુ પણ વેકેશન છે એટ્લે બાળકોને ઓનલાઇ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે લોકડાઉન અને કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી હોઈ જિલ્લાની કેટલીક શાળાઓએ ફી માફ કરી છે તે કેટલાક સંચાલકોએ ફીમાં ઘટાડો કરી આવકાર દાયક કાર્ય પણ છે જેમણે ફીમાં રાહત તો આપી નથી પરંતુ ઊલટાનું ફી ભરવા વાલીઓને સતત રિમાઈન્ડર પણ કરી રહ્યા છે. ભુજની એક સંસ્થા સંચાલિત પ્રાથમિક શાળાએ વાલીઓને ત્રૈમાસિક ફી ભરવાના મેસેજ કર્યા છે. તો અન્ય શાળા સંચાલકો પણ નિયત સમય મર્યાદામાં ફી ભરી જવા વાલીઓને ખાસ વિનંતી કરી રહ્યા છે અગાઉ ચેકથી ફી સ્વીકારનારા સંચાલકો હવે રોકડનો જ આગ્રહ રાખી રહ્યા છે આવી કપરી સ્થિતિમાં માનવતાને નેવે મૂકી ફીના કરાતા ઉઘરાણાથી વાલીઓમાં રોષ ફેલાયો છે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યુ કે શાળાએ ફી વસૂલવી નહીં તેવી કોઈ સૂચના નથી જે વાલીઓ આર્થિક રીતે સક્ષમ હોઈ તે ફી ભરી શકે છે જ્યારે જે વાલીઓ વર્તમાન સમયે ફી ભરવા સક્ષમ ન હોય તો શાળાઓ તેમના પર ફી ભરવા દબાણ કરી શકે નહિ