કોટડાસાંગાણીના અરડોઇ ગામે તીનપતીનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પડાયા

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ બલરામ મીણા તથા ના.પો.અધિક્ષક પી.એ.ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચાર્ય દ્વારા આગામી દિવસોમાં આવનારા તહેવારો અને લોકડાઉન અનુસંધાને પ્રોહી-જુગારની અસામાજીક પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા સૂચના હોય જે અંગે પોલીસ સ્ટાફ તેમજ કર્મચારીઓ સાથે પો.સ્ટે.વિસ્તારમાં જનરલ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન કોટડાસાંગાણી પીએસઆઇ આર.ડી.ચૌહાણને ખાનગી રાહે બાતમી મળેલ કે અરડોઇ ગામે ગૌતમભાઇ ભીખાભાઇ બગડાના ઘર પાસે જુગાર ચાલે છે તે હકિકતના આધારે રેડ કરતાં જુગાર રમતા કુલ છ ઇસમોને રોકડ રૂા.19,170 તથા મોબાઇલ નંગ 6 કિં.રૂા.8500 તથા એક વાહન મારૂતી 800 થી રૂા.70,000 મળીને કુલ મુદામાલ 97670 સાથે પકડી પાડીને જુ.ધા.કલામનો 12 મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરેલ છે.કામગીરી કરનાર પોલીસ અધિકારી આર.ડી.ચૌહાણ, પીએસઆઇ કોટડાસાંગાણી પો.કોન્સ્ટેબલ વિશ્ર્વરાજસિંહ જાડેજા, પો.કોન્સટેબલ શકિતસિંહ ઝાલા, ડ્રા.પોલીસ કો.હિરેનભાઇ પરમાર વગેરે તમામ ઇસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. હાલ તાજેતરમાં નવનિયુકત પીએસઆઇ આર.ડી.ચૌહાણનો સપાટો બોલાવ્યો છે.