નબળી આર્થિક સ્થિતિથી થાકી ગયેલ આધેડે આત્મહત્યા કરી

જામનગરમાં જલાની જાર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી હોવાનું સામે આવ્યું છે. નબળી આર્થીક સ્થિતિને લઈને આ પગલુ ભરી લીધું હોવાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત મુજબ, જામનગરમાં જલાની જારમાં ચોકસી ફળી પાસે રહેતા ભરતભાઇ પરસોતમભાઇ ગુસાણી (ઉ.વ.50) નામના પ્રૌઢે ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ હતુ.આ બનાવની મૃતકના ભાઇ ઉર્વિશભાઇ ગુસાણીએ જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.મૃતક પ્રૌઢ છેલ્લા ઘણા સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને માનસિક ટેન્શનમાં રહેતા હોવાથી પગલું ભર્યું હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે