રાજકોટ રોડ પર બાઈક ચાલકે ઠોકર મારતા પગપાળા પસાર થતા આધેડનું મૃત્યુ નીપજ્યું

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એક બાઈક ચાલકે ઠોકર મારતા પગપાળા પસાર થતા આધેડનું મૃત્યુ નીપજ્યું છે. પંચકોશી એ ડીવીજન પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની ભાગોળે રાજકોટ ઘોરીમાર્ગ પર સવાભાઇ ઉર્ફે રમેશભાઇ રામજીભાઇ ખીચડીયા(ઉ.વ. 49) નામના આધેડ ગત તા.13મી માર્ચના બપોરે સાડા ત્રણ વાગ્યે શાંતિ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહયા હતા જે વેળાએ પુરપાટ વેગે ધસી આવેલા એક બાઇકના ચાલકે તેઓને પાછળથી ઠોકર મારતા માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.બનાવની મૃતકના ભત્રીજા સંજયભાઇ સવસીભાઇ ખીચડીયાની ફરીયાદ પરથી પંચ એ પોલીસે બાઇકના ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મુળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સણોસરા ગામના વતની હોવાનુ તેમજ હાલ ઘટનાસ્થળ પાસે જ વસવાટ કરતા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.