માધાપરમાં રહેણાકના મકાનમાંથી ૨૧ હજારના દારૂના જથ્થા સાથે બે પકડાયા.

ભુજ તાલુકાનાં નવાવાસના ચૈતન્યનગરમાં પોલીસને બાતમી મળતા ગુરૂવારે રેડ દરમ્યાન ત્યાંના એક રેહણાકના મકાનમાંથી ૬૦ બોટલ ઈંગ્લીસ દારૂનો જથ્થો કિંમત ૨૧ હજાર અને એક મોટર સાઇકલ, બે મોબાઈલ સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ દરમ્યાન બંને શખ્સને ઈંગ્લીસ દારૂ સપ્લાય કરનાર ભુજના રીઢો ગુનેગાર પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. બાતમીના આધારે ભુજ તાલુકાની એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે માધાપર નવાવાસમાં ચૈતન્યનગરમાં રહેતા વિશાલ હરેશભાઇ માખીજાના રહેણાકના મકાનમાં રેડ દરમ્યાન ૬૦ ઈંગ્લીસ દારૂની બોટલ રૂ. ૨૧ હજારનો ઝડપી પાડ્યો હતો. આ જથ્થા સાથે વિશાલ માખીજા તથા ધર્મેશ દિલીપભાઇ ઠક્કર ને ઝડપી પાડ્યા. આ શખસોના કબ્જામાંથી દારૂનો જથ્થો તથા એક મોટર સાઇકલ બે મોબાઈલ સાથે મળી કુલ ૪૩.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂના જથ્થાને સપ્લાય કરનાર વાલ્મીકિનગરમાં રહેતો ઇબ્રાહીમ હાસમ કેવર હાજર ના મળતા ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોધીને ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ થી ૧૦:૩૦ થી ૧૧: ૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *