મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ અને શ્યામજી ક્રુષ્ણ વર્મા કચ્છ યુનિ.ના સહયોગથી ઇન્સટીટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ વિચાર વ્યાખ્યાન સપ્તાહનુંઆયોજન કરવામાં આવ્યું.
ભુજ શહેરમાં શ્રી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી ક્રાંતિગુરૂ શ્યામજીક્રુષ્ણ વર્મા કચ્છ યુનિર્વસીટી ના સહયોગથી ઇન્સ્ટીટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ આયોજીત શ્રી વિવેકાનંદ વિચાર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ૨૧મી સદીમાં કેટલા પ્રસ્તુત છે એ મુદ્દાને લઈને ગુજરાતના પ્રતિષ્ઠિત વક્તાઓ જય વસાવડા,રાધા મહેતા,હરેશ ધોળકિયાને નિમત્રિત કરી યુવાનોને જ્ઞાનસભર અને જિજ્ઞાશુ બનવા માટે અને પોતાની બુદ્ધિશક્તિને કેવી રીતે પ્રેરિત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભુજની વિવિધ કોલેજના ૧૨૦૦ થી ૧૭૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહનોએ આ વ્યાખ્યાન માળામાં ભાગ લીધેલ હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.