સુખપરમાં 2 પરિવાર વચ્ચે મારા મારી: પાંચ લોકોને ઇજાઓ પહોંચી

ભુજ:ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ હનુમાનજીના મંદિર પાસે બે પરિવારો વચ્ચે રીસામણે બેઠેલી પરણિતાને મનાવવા અને સમાધાન મુદ્દે કુહાડી અને લોખંડના સળિયાથી અરસ પરસ હુમલો કરાતાં બન્ને પક્ષના મહિલા સહિત પાંચ જણાઓને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુખપર રહેતા પ્રેમજીભાઇ અરજણભાઇ ગોરસીયા (ઉ.વ.40)એ અરવિંદ સામજીભાઇ વેકરીયા, સામજીભાઇ શીવજીભાઇ વેકરીયા અને હરેશ સામજીભાઇ વેકરીયા વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીની દિકરી મીનાબેન પ્રેમજીભાઇ ગોરસીયા રીસામણે ઘરે રોકાયેલી હોવાથી તેના સમાધાન માટે ઘરે બોલાવીને ધોકા અને લોખંડના પાઇપથી માર મારીને ફરિયાદી અને તેમની દિકરી તેમજ હીરેન ઉર્ફે લાલો ગોરીયાને માર મારી ઇજા પહોંચાડી હતી, તો પ્રતિ ફરિયાદમાં અરવિંદભાઇ સામજીભાઇ વેકરીયાએ પ્રેમજીભાઇ ધનસુખ પ્રેમજીભાઇ ગોરસીયા, મીનાબેન અરવિંગભાઇ વેકરીયા, લાલો રામજી પરમાર વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ કુહાડી ધારીયા અને ધોકા વળે માર મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.