ભુજ-માધાપર અને મથલમાં જુગારીઓ પર પોલીસના દરોડા

ભુજ:ભુજ માધાપર અને નખત્રાણાના મથલમાં પોલીસના દરોડાઓમાં 6 મહિલા અને નવ પુરૂષો 35,100ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. ભુજના ડાંડા બજારમાં શૈફી શેરી રહેતા જશ્રીબેન ભગવાનજીભાઇ પ્રજાપતી પોતાના ઘરમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતા હોવાની બાતમીના પગલે એ ડિવિઝન પોલીસે રેઇડ પાડીને મકાન માલીક જયશ્રીબેન તથા અન્ય જ્યોતિબેન મોહનભાઇ ગોર, મંગળાબેન પ્રતાપભાઇ સોલંકી, રેખાબેન મહેશભાઇ ગોર, વિમળાબેન નાનજીભાઇ ગોર અને કૌશિકાબેન મનસુખભાઇ ઠકકર સહિત છ મહિલાઓને તીનપતીનો જુગાર રમતા તેમના પાસેથી 16,700ની રકમ સાથે પકડી પાડ્યા હતા. તો, માધાપરના શક્તિનગરમાં બંધ ઘરમાં જુગાર રમતા નારાણ લાછાણી, સનીલ વીશનજી પઢારીયા, સુનીલ વિનોદ વીરાણી અને અરવિંદ મણીલાલ સીજુને પકડી 11,280ની રોકડ રકમ અને 60 હજારની બે બાઇકો સહિત 71,280નો મુદામાલ કબજે કરીને બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. નખત્રાણાના મથલના બસ સ્ટેશન પર ધાણી પાસાનો જુગાર રમી રહેલા અંજારના હાજી મામદ બાયડ, મથલના અસ્તાફ અબ્દુલ ચાકી, ઇશાક સિદ્ધિક લુહાર, મામદ ઇકબાલ દાઉદ લુહાર, તથા હિરજી આચાર કુંવટને 7,120ની રકમ સાથે શુક્રવારે બપોરે ઝડપી લીધા હતા. તમામ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.