અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ હદમાં વરથું ગામેથી વિદેશી દારૂ : બિયર ઝડપાયો

મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોડાસા તાલુકાના વરથું ગામે જીગરભાઈ ઉર્ફે જીગ્નેશપુરી દશરથપુરી ગોસ્વામીના ત્યાં દરોડા દરમ્યાન રહેણાંક મકાનના પાછળના ભાગે ઘઉંના હુસેલમાં સંતાડી રાખી ચોરી છુપીથી વિદેશી દારૂનો ધંધો કરે છે. તેવી હકીકત તપાસ દરમિયાન સાચી ઠરી હતી ઘરની પાછળ ઘઉંના હુસેલમાં મીણીયાની થેલીઓમાં સંતાડી રાખેલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુદા જુદા માર્કાવાળો બોટલો નંગ. 16 અને બિયરની ટીન નંગ. 24 મળી કુલ બોટલ /ટીન નંગ. – 40.જેની કુલ કિંમત રૂપિયા 12,800/-ના મુદ્દામાલ સાથે દરોડા દરમ્યાન આરોપી હાજર નહીં મળી આવતાં તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ ચાલું છે.