જિલ્લા સંકલન બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરાઇ તાકીદ .
ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલના અધ્યક્ષસ્થાને મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. તો અબડાસાના નવ નિયુક્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રાપરના ધારાસભ્ય સંતોક્બેન આરેઠીયા દ્વારા નર્મદા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી પટેલ, નખત્રાણા એ.એસ.પી.રવી તેજા.શેટ્ટી, ડી.વાય.એસ.પી.શ્રી પટેલ,ભુજ પ્રાંત શ્રી જાડેજા,ભચાઉ પ્રાંત નવલદાન ગઢવી,મુંદ્રા પ્રાંત શ્રી વસ્તાણી,ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી વાઘેલા,ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણઅધિકારી શ્રી સુવર્ણકાર,આર એન્ડ બીના શ્રી શાહ,આરોગ્ય અધિકારી ડો.ટી.ઓ. શ્રી યાદવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.