શાકમાર્કેટ બાબતે એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ એ કરેલ રજૂઆતો બાબતે મુંદરા શાકમાર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ તથા ગામના લોકો દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી.
કચ્છના પેરીશ એવા મુંદરાની વર્ષો જૂની શાકમાર્કેટ એ.પી.એમ.સી.માં ખસેડવા ચેરમેન દ્વારા રજૂઆત કરાઇ છે ત્યારે આ શાકમાર્કેટ પાસે ટ્રાફિકની અને રખડતા જાનવરોની કોઈ જ સમસ્યા ન હોઇ શાકમાર્કેટને એ.પી.એમ.સી.માં ન ખસેડવા શાક માર્કેટના વેપારીઓ દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મુંદરા શાકમાર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે એ.પી.એમ.સી.ના ચેરમેન રજૂઆત કરી છે એ સ્થળે એટલે કે, એ.પી.એમ.સી.પરિષદમાં શાકમાર્કેટ લઈ જવામાં આવે તો આ સ્થળ મુંદરાની વર્તમાન શાકમાર્કેટ ૨ થી ૩ કિ.મી.દૂર છે. શાકમાર્કેટના વેપારીઓ તથા હાથલારીના ફેરિયાઓ શેરી-ગલ્લીએ શાકભાજી વેચી પોતાનું ગુજાર્ણ ચલાવે ત્યારે જો શાકમાર્કેટ ખસેડવામાં આવે તો ગુજાર્ણ ચલાવવું મુશ્કેલ બની જાય તેમ છે. મુંદરામાં આવેલી દુકાનો અને વાહનોની અવર જવર ૮:૩૦ થી ચાલુ થાય છે. જેથી ગ્રામજ્નોને કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે નહીં. વધુમાં તેમણે જણાવ્યુ કે, વર્તમાન શાકમાર્કેટ ખૂબ જ જર્જરિત હાલતમાં છે જેના લીધે નુકસાન કે, જાનહાનિ થાય તેવી પણ સંભાવના હોઈ નવી શાકમાર્કેટ નું નિર્માણ થવું જરૂરી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ અને ૧૧:૦૦ ચાલુ છે.