રાજકોટ: ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન

રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા ડિમોલીશન હાથ ધરાયુ હતું. જેમાં મકાન, દુકાનો, ઝુંપડા, ટોયલેટ , અને ફેન્સીંગ સહિત ૧૪ બાંધકામો પર બુલડોઝર ફેરવી રૂ. ૪૨.૭૨ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

રીપોર્ટર :- રવિ લખાણી , રાજકોટ.