મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રત ધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રત ધારીઓએ લૂણીના લુણંગ ધામે લીધો લ્હાવો.
મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રતધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ લૂણીના લુણંગ ધામે લ્હાવો લીધો હતો. મહેશ્વરી સમાજનો આ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. જેના વ્રત ધારણ કરનારને સખત નિયમોનું પાલન કરવાનું હોય છે. સવારે ચાર વાગ્યે વહેલા ઉઠી પવિત્ર સ્થળે ઠંડા પાણીથી સ્નાન કરી પગમાં ચમ્પલ પહેર્યા વગર ચાલીને ઘરે આવું પડે છે. અને આ મહિના દરમ્યાન ખરાબ વ્યસનોથી મુક્ત રહીને ધર્મનું આચરણ કરવામાં આવે છે. અને આદેલ ચોથના સ્નાનને માટુ સ્નાન ગણવામાં આવે છે. આ સ્નાનનો લાભ લેવા કચ્છના અલગ-અલગ ગામડાઓમાંથી આશરે ૨૦૦ થી વધારે વ્રતધારીઓએ લુણંગ ધામે સ્નાન કરવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી,ગણેશ સેવક સંઘના પ્રમુખ કિશોરભાઈ પીંગોલ, ડો. લાલજીભાઇ, પ્રોફેસર ચંદ્રિકાબેન તથા સમાજના ધર્મગુરૂઓએ પણ લાભ લીધો હતો અને ધર્મગુરૂઓ દ્વારા જ્ઞાનકથનનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણંગ ધામ સેવા ટ્રસ્ટ દ્વારા નાસ્તો તથા જમવાની પણ સગવડ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.