કઠલાલના છીપડી પાટીયા નેશનલ હાઇવે પર વરસાદના પાણી ભરાતા નાગરીકો પરેશાન

અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ થઈ આશરે ૧૩ કિ. મી નાં અંતરે છીપડી પાટીયા પાસે વરસાદ થી ભરાતા પાણી થી નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે નેશનલ હાઇવે પર આવેલ છીપડી એક મોટું ગામ કે અને તેની આસ-પાસ અનેક નાના-મોટા ગામડાઓ આવેલ છે ત્યારે અહીંયા થી મોટા ભાગના લોકો કઠલાલ કે અમદાવાદ તરફ રોજગારી, દબાખાના તેમજ અભ્યાસ અર્થે  વાહનો કે  અન્ય રીતે  અવર જવર કરતા હોય છે તેમાંથી મોટા ભાગ ના લોકો છીપડી પાટીયા આવી ત્યાંથી વાહનો દ્વારા જતા હોય છે  ત્યારે માત્ર થોડા વરસાદ માં પણ ત્યાં પાણી ભરાઈ  જાય છે  જેમાં મોટા ભાગ નો આ રોડ પાણીમાં ડૂબી જતો હોય છે જેથી અહીંયા થી પસાર થતાં વાહનો તેમજ નાગરિકોને આ રોડ પાણીને કારણે દેખાતો ના હોવાથી અકસ્માત કે અન્ય ઘટના બનવાનો ભય સતત  રહયા કરે છે  ઉપરાંત આજુ બાજુ ના પાણી ન કારણે પણ કાદવ કીચડ  થઈ જતો હોય છે  વધુમાં મચ્છર જન્ય રોગ થવાનો પણ ભય રહેલો છે  આમ જોવા જય તો નેશનલ હાઇવે દ્વારા મસ મોટા ટોલ ટેક્ષ પણ ઉઘરાવામાં આવે છે  પણ છીપડી પાટીયા પર ભરાતા પાણી નો કોઈ પણ નિકાલ કરવામાં આવે તેવી કોઈપણ જાત ની વ્યવસ્થા કરવામાં આવી નથી  હાલતો જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યાં છે કે  વહેલી તકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહીંયા ભરાતા પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે અને નાગરિકો ને પડતી હાલાકી દૂર કરવામાં આવે

મકસુદ કારીગર, ખેડા-કઠલાલ