ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.

અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ આ તમામ એરિયામાં પાણી,ગટરની સમસ્યા છે. તેમજ કચરો સાફ કરવાવાળા નથી તો શું આ એરિયા ભુજ સીટીમાં નથી આવતા ? આ રેલી આમારા હક માટેની છે. જેથી આ બાબતે તાત્કાલિક પગલાં લેવા નહીં તો અમે નગરપાલિકાની હાલત ખરાબ કરી નાખશુ, બીમારી,મચ્છરો અને ગટરના પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. જેથી ચીમકી આપતા જણાવાયું હતું કે, બે દિવસની અંદર પગલાં નહીં લેવામાં આવેતો નગરપાલિકાને તાળાબંધી કરી નગરપાલિકામાં તોડફોડ કરશું તેની જવાબદારી નગરપતિની રહેશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ થી ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *