ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની કલાસીસ દ્વારા ફી માફ કરાઇ
ફી માફી અંગે પ્રથમ પહેલ કરતા લીંબડી ના શ્રી રામ એજ્યુકેશન ટ્યુશન કલાસીસ
આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયશની મહામારી , ચાલી રહી છે ત્યારે આ સમયે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારજનો જયારે આ સમયે આર્ષિક સંકટનો અનુભવ કરી રહયા છે . તે સમયે તેમના બાળકોના અભ્યાસ અને શિક્ષણ અંગેની પણ ચિંતા સતત રહેતી હોય છે . આવી પરિસ્થિતિમાં દિવ્યરાજસિંહ જાડેજા, વિજયભાઈ રતીલાલ મકવાણા , શિવરાજસિંહ જાડેજા શ્રી રામ એજયુકેશન ટયુશન કલાસીસના સંચાલક તરીકે મારા કલાસીસમાં અભ્યાસ કરતા ઘો . ૧૦ અને ધો . ૧૨ ના ગરીબ અને મધ્યમ પરિવારના 28 વિદ્યાર્થીઓ જેનો મારા કલાસીસમાં અભ્યાસ કરતા હતા તેઓની સને ૨૦૧૯-૨૦ ના વર્ષની બાકી રહેલ ટોટલ ફી રૂા . પ ૦,૫૦૦ / – ( અંકે રૂપિયા પચાસ હજાર પાંચસો પુરા ) હું માનવતાના ધોરણે માફ કરુ છું . માફ કરેલ ફી અંગેની વિગત અને વાલીની સંમતીની માહિતી દર્શાવતું પત્રક આ સાથે લીંબડી મામલતદાર, ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી લેખિત સાથે પણ જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાળીયા લીંબડી