સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાંથી અજાણી યુવતીની તરતી હાલતમાં લાશ મળી આવી
સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને એ ડીવીઝન પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી
અજાણી યુવતીના વાલી વારસો એ સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02752-285103 ઉપર સંપર્ક કરવા જાહેર કરાયું સુરેન્દ્રનગર દુધરેજ પાસેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલ માનવ જિંદગી માટે ગોજારી સાબિત થવા પામી છે, ત્યારે આ કેનાલમાં વધુ એક યુવતીની લાશ તરતી હોવાની જાણ થવા પામી હતી, કોઈ આશરે 18 વર્ષીય અજાણી યુવતી લાશ દુધરેજ તરફની સાઈડના કેનાલના પાણીમાં તરતી હોવાની સુરેન્દ્રનગર ફાયર વિભાગને જાણ થઈ હતી, આથી સુરેન્દ્રનગર ફાયર વિભાગના ફાયર વિભાગે કેનાલ ઉપર પોલીસ સાથે દોડી જઇ અજાણી યુવતીની કેનાલના પાણી માંથી લાશને બહાર કાઢી હતી, આ યુવતીએ લીલા કલરનું ટોપ તેમજ પીળા કલરની ચોયણી પરેલ છે, આથી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા અજાણી યુવતીના પરિવારજનો કે વાલી વારસો એ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02752-285103 નો સંપર્ક કરવાનું પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે યુવતીની લાશને શહેરની ગાંધી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અજાણી યુવતીની લાશ કેનાલના પાણી માંથી કયા કારણોસર મળી ? અને અજાણી યુવતી કોણ છે ? તે બાબતે પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:મહિપત ભાઈ મેટાલિયા સુરેન્દ્રનગર