ખેડા જિલ્લામાં ગત વર્ષે ૨,૪૩,૦૫૯ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું ચાલુ સાલે ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં વ્યસ્ત
ચરોતરનો પ્રદેશ ખેતી માટે જાણીતો છે, તેમાં પણ ડાંગરની ખેતી માટે ગુજરાતમાં નામના છે. ખેડા જિલ્લામાં ગત વર્ષ એટલે કે ૨૦૧૯માં કુલ ૨,૪૩,૦૫૯ હેકટરમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, અન્ય ધાન્યો, તુવેર, મગ, મઠ, અડદ, અન્ય કઠોળ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, અન્ય તૈલી બિયા, કપાસ, તમાકુ, ગુવાર, શાકભાજી, ધાસચારો, શકકરીયા, વરીયાળી જેવા પાકો લેવામાં આવ્યા હતા. ચાલુ સાલે રોપણી લાયક વરસાદ પડેલ હોઇ જિલ્લાના ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત થયા છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સોનારાએ જણાવ્યું છે. ખેડા જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો, નડિયાદ તાલુકામાં ૧૬૧૧૩ હેકટર ડાંગર, ૯૫૮ હેકટર બાજરી, ૮૬ હેકટર તુવેર, ૩૬ હેકટર મગ, ૦૨ હેકટર અડદ, ૦૬ હેકટર મગફળી, ૦૯ હેકટર તલ, ૧૦૦ હેકટર દિવેલા, ૦૧ હેકટર સોયાબીન, ૪૬૩ હેકટર કપાસ, ૧૦૪૯ હેકટર તમાકુ, ૨૩૦૫ હેકટર શાકભાજી, ૨૦૦૫ હેકટર ધાસચારો, ૦૧ હેકટર શકકરીયા મળી કુલ ૨૩૧૩૪ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું. વસો તાલુકામાં ૯૭૦૦ હેકટર ડાંગર, ૭૫ હેકટર બાજરી, ૪૨ હેકટર દિવેલા, ૫૭ હેકટર કપાસ, ૨૧૦ હેકટર શાકભાજી, ૨૧૫ હેકટર ધાસચારો મળી કુલ ૧૦૨૯૯ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું. માતર તાલુકામાં ૨૬૨૪૦ હેકટર ડાંગર, ૨૩૦ હેકટર બાજરી, ૧૦ હેકટર તુવેર, ૦૫ હેકટર તલ, ૧૪૦ હેકટર દિવેલા, ૧૫૦ હેકટર કપાસ, ૨૭૦ હેકટર ગુવાર, ૪૧૦ હેકટર શાકભાજી, ૪૮૦ હેકટર ધાસચારો મળી કુલ ૨૭૯૩૫ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.મહુધા તાલુકામાં ૭૧૫૦ હેકટર ડાંગર, ૪૭૦ હેકટર બાજરી, ૧૫ હેકટર તુવેર, ૨૫ હેકટર મગ, ૪૦ હેકટર મગફળી, ૧૫ હેકટર તલ, ૩૭૦ હેકટર દિવેલા, ૩૫ હેકટર સોયાબીન, ૪૦૪ હેકટર કપાસ, ૫૨૧૦ હેકટર તમાકુ, ૮૫ હેકટર ગુવાર, ૧૦૬૦ હેકટર શાકભાજી, ૧૩૧૦ હેકટર ધાસચારો મળી કુલ ૧૬૧૮૯ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.મહેમદાવાદ તાલુકામાં ૧૬૮૬૫ હેકટર ડાંગર, ૬૨૦ હેકટર બાજરી, ૩૬ હેકટર તુવેર, ૩૭ હેકટર મગ, ૩૫ હેકટર મગફળી, ૧૪ હેકટર તલ, ૮૯૦ હેકટર દિવેલા, ૪૧૫ હેકટર કપાસ, ૨૫૦૦ હેકટર તમાકુ, ૯૧૫ હેકટર ગુવાર, ૨૬૩૫ હેકટર શાકભાજી, ૨૩૬૦ હેકટર ધાસચારો મળી કુલ ૨૭૩૨૨ હેકટર ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.ખેડા તાલુકામાં ૧૭૪૦૯ હેકટર ડાંગર, ૦૨ હેકટર તુવેર, ૧૩૩ હેકટર દિવેલા, ૫૯૩ હેકટર કપાસ, ૧૩૦ હેકટર ગુવાર, ૧૮૯૦ હેકટર શાકભાજી, ૨૭૮ હેકટર ધાસચારો મળી કુલ ૨૦૭૦૧ હેકટરમા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું. કપડવંજ તાલુકામાં ૩૮૫૦ હેકટર ડાંગર, ૫૨૦૦ હેકટર બાજરી, ૩૧૫ હેકટર મકાઇ, ૪૨૨ હેકટર તુવેર, ૨૪૫ હેકટર મગ, ૭૫ હેકટર મઠ, ૧૫૦ હેકટર અડદ, ૨૫૦૦ હેકટર મગફળી, ૩૧૫ હેકટર તલ, ૫૮૫૦ હેકટર દિવેલા, ૧૦ હેકટર સોયાબીન, ૧૨૦૦૦ હેકટર કપાસ, ૩૧૦ હેકટર તમાકુ, ૫૦૬૦ હેકટર ગુવાર, ૨૨૬૦ હેકટર શાકભાજી, ૫૪૦૦ હેકટર ધાસચારો, ૪૭૫૦ હેકટર શકકરીયા અને ૪૫૦ હેકટર વરીયાળી મળી કુલ ૪૯૧૬૨ હેકટર ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું. કઠલાલ તાલુકામા ૬૨૪૦ હેકટર ડાંગર, ૩૨૧૫ હેકટર બાજરી, ૧૫૦ હેકટર તુવેર, ૦૨ હેકટર મગ, ૨૧૧ હેકટર મઠ, ૧૩૪ હેકટર મગફળી, ૧૮ હેકટર તલ, ૧૮૨૦ હેકટર દિવેલા, ૧૪૯૬ હેકટર કપાસ, ૧૪૦૦ હેકટર તમાકુ, ૮૧૨ હેકટર ગુવાર, ૨૦૪૦ હેકટર શાકભાજી, ૩૫૨૦ હેકટર ધાસચારો, ૭૦૦ હેકટર શકકરીયા મળી કુલ ૨૧૭૫૮ હેકટર ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.ઠાસરા તાલુકામાં ૮૪૫૦ હેકટર ડાંગર, ૫૫૦ હેકટર બાજરી, ૧૭ હેકટર મકાઇ, ૦૫ હેકટર તુવેર, ૦૭ હેકટર મગ, ૦૪ હેકટર મઠ, ૦૩ હેકટર અડદ, ૬૭ હેકટર મગફળી, ૦૬ હેકટર તલ, ૩૩૫૦ હેકટર દિવેલા, ૪૭૫ હેકટર સોયાબીન, ૩૨૫૦ હેકટર કપાસ, ૧૧૬૫૦ હેકટર તમાકુ, ૧૧૫૦ હેકટર શાકભાજી, ૩૫૭૦ હેકટર ધાસચારો મળી કુલ ૩૨૫૫૪ હેકટર ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.ગલતેશ્ર્વર તાલુકામાં ૩૧૧૨ હેકટર ડાંગર, ૧૧૨ હેકટર બાજરી, ૧૧ હેકટર મકાઇ, ૦૬ હેકટર તુવેર, ૦૮ હેકટર મગ, ૦૨ હેકટર મઠ, ૦૩ હેકટર અડદ, ૫૭ હેકટર મગફળી, ૦૪ હેકટર તલ, ૧૭૫ હેકટર દિવેલા, ૨૭ હેકટર સોયાબીન, ૫૧૨ હેકટર કપાસ, ૮૪૦૦ હેકટર તમાકુ, ૧૧ હેકટર ગુવાર, ૧૩૯ હેકટર શાકભાજી, ૧૪૩૧ હેકટર ધાસચારો મળી કુલ ૧૪૦૦૫ હેકટર ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું.
રીપોટ બાય મકસુદ કારીગર ,ખેડા-કઠલાલ