ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે અંગેની બાબત..

શ્રી,એ.આર.સોનારા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,ખેડા જીલ્લા પંચાયત,ખેતીવાડી શાખા,નડિયાદની જીલ્લાના ખેડુતભાઈઓ/બહેનો જોગ અખબારી યાદી જણાવે છે કે કૃષિ વિભાગ હસ્તક વિવિધ અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે રાજય સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષ:-૨૦૨૦-૨૧ માં ખેડૂતો માટે નવીન યોજના અમલમાં મુકેલ છે ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજના અમલમાં મુકેલ છે તો જીલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને અમારી વિનંતી કે કૃષિ વિભાગ દ્વારા અમલીકરણ આ નવી યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા સમયસર આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું ચુકતા નહિ આ યોજનામાં ઓછામાં ઓછી ૧૦ હેકટર વિસ્તારમાં ટપક/ફુવારા સિંચાઇ પદ્ધતિ વસાવવા માટે સહમત લઘુતમ પાંચ (૫) ખેડૂતોનું ગ્રુપ બનાવીને અરજી કરવાની રહેશે જેમાંથી સર્વાનુમતે કોઈ એક જૂથ લીડરના ખેતરમાં ૧૦૦૦ ઘન મીટરની ક્ષમતા વાળી આર.સી.સી. ની પાકી ભૂગર્ભ/સ્ટોરેજ પાણીની ટાંકી સાથે ઇલેક્ટ્રિક રૂમ,ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ અને ઇલેક્ટ્રિક પંપ/મોટર વસાવવાનું રહેશે જેમાં થયેલ ખર્ચના ૫૦ % અથવા રૂ.૯.૮૦.૦૦૦/-બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. આ માટે આઈ ખેડૂત પોર્ટલ હાલ ખુલ્લું મુકવામાં આવેલ હોય તા.૨૫/૮/૨૦ સુધી અરજી કરી શકશો તો જીલ્લાના તમામ તાલુકાઓના છેવાડાના ગામના નાનામાં નાંનો ખેડૂત પણ આઈખેડૂત પોર્ટલની જાણકારી/માહિતી મેળવી કૃષિ વિભાગની યોજનાઓનો વધુમાં વધુ લાભ લે એવી અમારી ઇચ્છા અને આશા છે દરેક ખેડૂત ભાઈ/બહેનને નિવેદન કે જમીનની-૮/અ,૭/૧૨,નકલ,આધાર કાર્ડ,બેંક પાસબુકની નકલ,રેશન કાર્ડ,મોબાઈલ નંબર,જાતિનો દાખલો,વગેરે જરૂરી સાધનિક કાગળો લઇ આપના ગામના કોમ્પ્યુટર ઓપરેટર/વીસીનો સંપર્ક કરી સમયમર્યાદામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓન લાઈન અરજી કરવાની રહેશે.અરજી કર્યાબાદ તેની પ્રિન્ટ લઇ અરજી ફોર્મમાં ખેડૂતે પોતાની સહી કરીને જરૂરી સાધનિક કાગળો સામેલ કરી ગામના ગ્રામસેવક (ખેતી),/ તાલુકામાં વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને દિવસ-૭ માં ફરજીયાત આપવાની રહેશે.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ