પાટણની અદાલતમાં રાજકીય આગેવાન સહિતના બે જણનો કેસ લડી રહેલા વકીલ ઉપર આ કેસની અદાવતને લઇને તેમના ઉપર હુમલો.
કચ્છકેરન્યૂઝ ભૂજ : પાટણની અદાલતમાં ચાલી રહેલા કચ્છના રાજકીય આગેવાન સહિતના બે જણનો કેસ લડી રહેલા વકીલ ઉપર આ કેસની અદાવતને લઇને તેમના ઉપર હુમલો કરવા સાથે તેમના અપહરણનો પ્રયાસ કરીને તેમની પાસેથી રૂા. દશ હજારની રોકડ રકમની લૂંટ ચલાવાઇ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. સૂત્રો માથી મડતી વિગતો અનુસાર પાટણની જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા ધારાશાત્રી સીધાડા (સાંતલપુર)ના હાજીભાઇ શેરમહમંદ થેબા (ઉ.વ.31) સાથે સોમવારે બપોરે આ ઘટના બની હતી.