રાજ્ય કક્ષાની 15 ઓગસ્ટની ઉજવણી થશે ગાંધીનગર ખાતે, જાણો રાજ્યભરના જિલ્લાઓના ધ્વજ વંદન કાર્યક્રમની વિગતો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર 15 ઓગસ્ટની ઉજવણી સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું જેવા નિયમોના પાલન સાથે કરી શકાશે. આ સાથે જ ગુજરાતની 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અંગે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે થશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં ધ્વજ વંદન મુખ્યમંત્રીના હસ્તે સવારે 9 કલાકે થશે. આ જ રીતે અલગ અલગ જિલ્લામાં પણ 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. કયા જિલ્લામાં કયા મંત્રી ધ્વજવંદન કાર્યક્રમ કરશે તેની યાદી નીચે દર્શાવ્યાનુસાર છે.
કોણ ક્યાં કરશે ધ્વજવંદન ?
વિધાનસભા સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી – ખેડા
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ – મહેસાણા
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા – સાબરકાંઠા
મંત્રી આર સી ફડદુ – જામનગર
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા – અમદાવાદ
મંત્રી કોશિકભાઈ પટેલ – આણંદ
મંત્રી સૌરભભાઈ પટેલ – બોટાદ
મંત્રી ગણપત વસાવા – સુરત
જયેશભાઈ રાદડિયા – રાજકોટ
દિલીપકુમાર ઠાકોર – પાટણ
ઈશ્વરભાઈ પરમાર – તાપી
કુંવરજીભાઈ બાવળિયા – સુરેન્દ્રનગર
જવાહરભાઈ ચાવડા – જૂનાગઢ
બચુભાઈ ખાબડ – દાહોદ
જયદ્રથસિંહ પરમાર – પંચમહાલ
ઈશ્વરભાઈ પટેલ – ભરુચ
વાસણભાઈ આહિર – કચ્છ
વિભાવરી બેન દવે – ભાવનગર
રમણલાલ પાટકર – વલસાડ
કિશોરભાઈ કાનાણી – નવસારી
યોગેશભાઈ પટેલ – વડોદરા
ધર્મેન્દ્રસિંહ જાડેજા – અમરેલી
આ સિવાય બનાસકાંઠા, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા અને ડાંગ ખાતે જિલ્લા કલેક્ટર ધ્વજ વંદન કરશે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર