બાતમીના આધારે રૂ.૧૪,૩૭૦/- ના મુદ્દામાલ સાથે ૭ જુગારીઓને પકડી પાડતી વિરમગામ રૂરલ પોલીસ
ગોવિંદભાઈ ને ખાનગી બાતમી આધારે બાતમી આપી હતી કે થુલેટા ગામ ની સીમ મા રાણશીર તલાવડી માનાબાપાના મંદિર ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે તે જગ્યા પર રેડ કરતા કુલ રકમ રૂપિયા ૧૪,૩૭૦/-ના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડી પાડેલ છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ જુગારીઓ:-
૧) ભરતભાઈ સગા ભાઇ કો. પટેલ
૨) અમૃતભાઇ બાબુભાઈ કો. પટેલ
૩) રણશીભાઈ ઉર્ફે મુન્નો શંકરભાઈ કો.પટેલ
૪) ધર્મેશભાઈ ઉર્ફે ભોલો વાઘજીભાઈ કો.પટેલ
૫) દશરથભાઈ દયારામ ભાઈ કો. પટેલ
ઉપરના બધા જ જુગારીઓ રહેવાસી થુલેટા ગામ તા. વિરમગામ જિ. અમદાવાદ ના છે.
૬) ભાઈ રામભાઈ કાશીરામભાઈ કો.પટેલ
૭) મુકેશભાઈ ધીરુભાઈ જાદવ
ઉપરના જુગારીઓ રહેવાસી ઘોડા ગામ તા. વિરમગામ જિ. અમદાવાદ ના છે.
આ કામગીરી કરવામાં વિરમગામ રુરલ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ.ઝાલા સાહેબ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ગણેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર માધવજીભાઈ, ચમનભાઈ ગોવિંદભાઈ અને નરેન્દ્રસિંહ ખોડાભાઈ જોડાયેલ હતા.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર