બોટાદ ખાતે ગુજરાત કોળી સમાજ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકી નું શ્રી કોળી તાનાજી સેના બોટાદ દ્વારા સન્માન કરવામાં આવ્યુ…

તા.૨૯ જુલાઈ ૨૦૨૦,બુધવાર આજ રોજ સમસ્ત કોળી સમાજ ગુજરાત રાજયના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકી ( માજી ધારાસભ્ય રાજુલા – જાફરાબાદ તેમજ પુર્વ સંસદીય સચિવ ગુજરાત રાજય ) કોળી તાનાજી સેના બોટાદ ના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા, મુલાકાત બાદ સમસ્ત બોટાદ જિલ્લા કોળી સમાજ ના આગેવાનો, યુવાન મિત્રો, વડિલો તેમજ સમાજના સ્નેહીજનો દ્વારા હિરાભાઈ સોલંકી નું સન્માન કરવામાં આવ્યુ હતુ અને આ તકે હિરાભાઈ સોલંકી દ્વારા સમાજ ના યુવાનો વચ્ચે પોતાના ભુતકાળ ના અનુભવો વિશે માહિતગાર કર્યા હતા અને કેવી રીતે યુવાનો અને બધા સંગઠનો એકત્ર થય સમાજ ની અલગ રાહ બનાવી શકે છે તે માટે પણ માર્ગદર્શન આપ્યુ હતુ સમગ્ર આયોજન કોળી તાનાજી સેના બોટાદ પ્રમુખ શ્રી નિલેશભાઈ ચુડાસમા યુવા પ્રમુખ વિનોદભાઇ સોલંકી, દિપકભાઈ કિહલા, અજયભાઇ ચુડાસમા, સોમાભાઈ જમોડ, જોરૂભાઈ મેણીયા, નયનભાઈ બાવળીયા, વિક્રમભાઈ મકવાણા, અજયભાઈ રોજાહરા, કમલેશભાઈ મકવાણા તેમજ તમામ કોળી સમાજ ના યુવાન આગેવાનો જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ તકે સમગ્ર કોળી સમાજ ના યુવાન મિત્રો કાર્યકર્તાઓ વડિલો તેમજ આગેવાનો કાર્યક્રમ માં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોળી તાનાજી સેના બોટાદ જિલ્લા ટીમ તમામનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેઁ છે.