ગુજરાત સરકારની અનલોક 3 ની ગાઇડલાઇન જાહેર. શું ખુલ્લુ અને શું બંધ જાણો વિગત..

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક 3ના સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે મુખ્યમંત્રીએ,

1 ઓગસ્ટથી રાજ્યમાં કર્ફ્યુમાંથી મુક્તિ.

દુકાનો રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

હોટલ, રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ, યોગ ક્લાસ ખુલશે તેવી જાહેરાત કરી છે.