કચ્છકેરન્યૂઝ ભુજ : ભુજ શહેરમાં દીનદયાલનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ ના ત્રણ યુવાનો ઉપર છરી વડે હુમલો કરીને ઘાયલ કરી ને  ફરાર થઈ ગયેલ ફરારી આરોપી નખત્રાણાનો કાસમ નોતિયાર આજ સુધી પણ હજુ પોલીસની પકડથી દૂર રહ્યો છે. ગત રવિવારે બનેલી પોલીસ ઉપરના હુમલાની આ ઘટના બાદ વ્યાપક શોધખોળ અને દોડધામ છતાં ભાગેડુ આરોપી કાસમના હજુ કોઇ જ સઘડ મળ્યા નથી.