માનપુરા કોઠારા ખાતે ધાણીપાસા વડે જુગાર રમતા સાત પકડાયા

અબડાસાના કોઠારા ગામે માનપુરા વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત જણને રૂા. 5280ની રોકડ સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડયા હતા.સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પદ્ધરની સીમમાં ગામના શિવજી નારાણ ખુંગલા (આહીર), રાયધણપરના હરિ દાના બરાડિયા (આહીર), પદ્ધરના ડાયા કરશન ખુંગલા (આહીર) અને શંકર નારાણ ખુંગલા (આહીર) તથા કાળી તળાવડીના અશોક ગાવિંદ ચાવડાને પકડાયા હતા. તેમની પાસેથી રૂા. 21,250 રોકડા અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 28,250ની માલમતા કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો. જ્યારે કોઠારાના માનપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર આગળના રોડ ઉપર લાઇટના અજવાળે જુગાર રમતા સાત જણ પકડાયા હતા. પકડાયેલા આરોપીમાં સ્થાનિકના દેવજી જુમા, અશ્વિન દામજી જેપાર, કેશવજી હરજી પરગડુ, ખીમજી જેઠા પરગડુ, કાનજી વિશ્રામ પરગડુ, તુલસીદાસ જીવણ મહેશ્વરી અને મહેશ ડાયાલાલ પરમારનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂા. 5,240 રોકડા અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 16,780ની માલમતા કબ્જે કરાઇ હતી, તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.