ટગા હત્યા પ્રકરણમાં પોલીસે છ ની કરી ધરપકડ

રાપર તાલુકાના ટગા ગામમાં પૂર્વ સરપંચની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી.ટગા ગામના પૂર્વ સરપંચ સનાભાઈ મશરૂભાઈ રબારી (ઉ.50) ઉપર ટોળાએ જીવલેણ’ હુમલો કરી તેમની હત્યા નીપજાવી હતી. ગત તા. 23/7ના બનેલા બનાવ અંગે પોલીસે’ 28 લોકો વિરુદ્ધા ગુનો નોંધ્યો હતો. ખેતરમાંથી ચાલવા તથા ખેડવા બાબતે બનેલા આ’ ચકચારી પ્રકરણમાં પોલીસે’ ગુલમામદ હુસેન હિંગોરજા, આદમ ગુલમામદ હિંગોરજા, સિદિક સુમાર મેણુ, રમજાન સુમાર મેણુ, જમાલ હાસમ હિંગોરજા, રહીમ અલારખ્ખા મેણુની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર’ ડી.એમ. ઝાલા, ઈન્ચાર્જ પી.આઈ. એમ.એસ. રાણા, એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસ ટીમ’ સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.