ઓખામાં 8 વર્ષીની બાળા સાથે પાલક પિતાએ દુષ્કર્મ આચર્યું

ઓખા મંડળમાં રહેતા અને મૂળ પાટણ જિલ્લાના રહીશ એવા એક શખ્સ દ્વારા તેની માનવામાં આવેલી દીકરી જેવડી આઠ વર્ષીય બાળાની સાથે અભદ્ર વર્તન તથા દુષ્કર્મ કરવા સબબ બાળાના માતાએ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળમાં રહેતા અને ભીક્ષાવૃતી જેવી પ્રવૃત્તિ કરીને પેટિયું રળતા એક પરપ્રાંતીય મહિલાની આઠ વર્ષીય બાળાના પાલક પિતા બનેલા તથા ઓખાના રેલ્વે સ્ટેશન સામે રહેતા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વિનોદ પ્રેમજીભાઈ તપોવન નામના એક શખ્સ દ્વારા પરપ્રાંતિય મહિલાની આઠ વર્ષીય બાળા કે જે તેની પુત્રી જેવી બની ગઈ હતી.આ બાળા પોતાના ઘરે એકલી હતી, ત્યારે તેની એકલતાનો ગેરલાભ લઈ આરોપી વિનોદ તપોવનએ તેણીના કપડા કાઢી, અને તેણીને લાકડી વડે બેફામ માર મારી અને પત્રી (બ્લેડ) વડે આ માસુમ બાળાના ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપી દ્વારા દુષ્કર્મ કર્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.આ ઉપરાંત આરોપી શખ્સ દ્વારા માસુમ બાળાને કોઈને વાત ન કરવા અંગે ધાક ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે બાળાના માતાની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ 376 (2- એફ.), 376 (એ- બી), 323, 324, 506, તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના સી.પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ક્રૂર બનાવે આ પંથકમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરાવી છે.