પક્ષીઓ બાદ હવે પશુઓનો વારો : જંગીમાં દુર્લભ ખારાઇ ઊંટનું વીજ શોકથી મોત

કચ્છમાં વીજ લાઇનના કારણે પક્ષીઓ તો ટપોટપ મરી રહ્યાં છે જ, હવે પશુઓનો ભોગ પણ લેવાઇ રહ્યો છે. ભચાઉ તાલુકાના જંગી ગામે 11 કેવી લાઇનના વીજ તાર પડતા ભારતમાં ફક્ત કચ્છ જોવા મળતા દુર્લભ ખારાઈ ઊંટનું મોત થયું હતું. આ વીજ લાઈન મીઠાના અગરોમાં જાય છે. પવનથી તાર ખેંચાઈને નીચે પડતા તેના પરથી ઊંટ પસાર થતાં આ દુર્ઘટના બની હતી.