ચોકકસ બાતમી આધારે કિંમત રૂ. ૪,૪૦,૩૬૦/- નો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડતી ધોળકા રૂરલ પોલીસ


અમદાવાદ: મ્હે. રેન્જ આઇ.જી.પી. સાહેબ શ્રી અમદાવાદ રેન્જ તથા મ્હે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહી-જુગારની ગે.કા પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ. જે અનુસંધાને મ્હે.મ.પો.અધિ શ્રી નીતેશ પાન્ડેય સાહેબ ધોળકા વિભાગ, ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ અમો એ.બી.અસારી પો.ઈન્સ ધોળકા રૂરલ તથા પો.સ્ટે સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગારની ગે.કા.પ્રવૃતિ સદંતર નેસ્ત-નાબુદ કરવા સતત કાર્યરત હતા. તે દરમિયાન આજરોજ બકરી ઈદના તહેવાર નિમીત્તે અમો તથા પો.સ્ટેના માણસો બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.સ્ટેના પો.કો અનિલકુમાર સાગરભાઈ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કમોડ સર્કલ તરફથી ધોળકા-સરોડા રોડ ઉપર એક સફેદ કલરની ઈકો ગાડી રજી નંબર-GJ 01 RC 6258માં બે ઈસમો ઈંગ્લીશ દારૂ લઈને જઈ રહેલ છે અને એક ટેક્ષી પાર્સીંગવાળી ઈકો ગાડી રજી નંબર-GJ 27 X 9592 ની પાયલોટીંગ કરે છે. જેથી સદર બાતમી હકીકત આધારે પંચો સાથે અમો તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો સરોડા ગામ બસ-સ્ટેન્ડ પાસે ધોળકા-સરોડા રોડ ઉપર અલગ-અલગ જગ્યાએ વોચમાં ગોઠવાયેલ હતા. તે દરમિયાન આશરે સવા દસેક વાગ્યાની આસપાસ હકીકત મુજબની બે સફેદ કલરની ઈકો ગાડીઓ કમોડ સર્કલ તરફથી ધોળકા તરફ આવતી દેખાતા જે બન્ને ગાડીઓને અમો તથા પોલીસના માણસોએ પકડી પાડી ઈકો ગાડી રજી. નંબર- GJ 01 RC 6258 માંથી ભારતીય બનાવટના વીદેશી દારૂની ઓફીસર્સ ચોઈસ ક્લાસીક વીસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૭૨ મળી આવતા જે એક બોટલની કિંમત રૂ.૪૫૫/- લેખે કુલ બોટલ નંગ-૭૨ ની કુલ કિંમત રૂ.૩૨,૭૬૦/- ની ગણી તથા આરોપીઓની અંગજડતીમાંથી મળી આવેલ અલગ અલગ દરની ચલણી નોટો રોકડ રકમ રૂ. ૪૧૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ. ૩૫૦૦/- તથા બે ઈકો ગાડી કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૪,૪૦,૩૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) અરવિંદભાઈ ગોરધનભાઈ દુધાત (પટેલ) રહે. ૬, આકાશગંગા એપાર્ટમેન્ટ, ચમક ચુનાની સામે, ઈન્ડીયા કોલોની, બાપુનગર, અમદાવાદ (૨) જગદીશ ઉર્ફે જયેશ કરશનભાઈ રાઠોડ (હિન્દુ ચમાર) રહે.૬/૧૪૨, ભક્તીનગર સોસાયટી, સમજુબા હોસ્પીટલની સામે, બાપુનગર, અમદાવાદ તથા (૩) રાકેશ ઈશ્વરભાઈ પટેલ રહે.૧૬, અમરપાર્ક સોસાયટી, અંબર ટોકીજની બાજુમાં, બાપુનગર, અમદાવાદ વાળાને આ ગુનામાં પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમાં ધોળકા રૂરલ પો.સ્ટે મા પ્રોહી એક્ટ કલમ- ૬૫એઇ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
નોંધ – નામદાર હાઈકોર્ટની ગઈડલાઈન અનુસંધાને આરોપીને અટક કરતા પહેલા આરોપીના કોવીડ-૧૯ અન્વયે કોરોના ટેસ્ટ કરાવવા જરૂરી હોય આરોપીઓને અટક કરેલ નથી. અને કોરોના ટેસ્ટ કરાવવા સારૂ ગહ્ટતી કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારીઓ:-
પો.ઈન્સ એ.બી.અસારી સાહેબ તથા પો.સબ.ઈન્સ ડી.એસ.ઝાલા સાહેબ તથા હેડ.કોન્સ બદ્રીભાઈ નારણભાઈ તથા
પો. કો.દિગ્વીજયસિંહ મહિપતસિંહ,અનિલકુમાર સાગરભાઈ અને ક્રુષ્ણકુમાર ભગવતસિંહ હતા.
રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર