ધંધુકા પાસે ગેસ વેલ્ડીંગમાં વપરાતાં સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ, ચારને ઈજા


અમદાવાદ:અમદાવાદના ધંધુકા-ફેદરા રોડ પર આવેલ હરીપરા ગામ પાસે ગેસ વેલ્ડીંગના બાટલા લઈને જતી ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેને કારણે સિલિન્ડર પણ ધડાધડ ફાટવા લાગ્યા હતા. જેને કારણે વિકરાળ આગની જ્વાળાઓ આકાશમાં છવાઈ ગઈ હતી. બ્લાસ્ટને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અને બ્લાસ્ટ સમયે ત્યાંથી પસાર થતી કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી. ફેદરા 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ટ્રકમાં બ્લાસ્ટ સમયે તેની પાસેથી પસાર થતી કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી. જે લોકો સેટેલાઈટ ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી હતી. જેને પણ આ નજારો જોયો હતો તે ચોંકી ઉઠ્યા હતા. અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે, ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે, પણ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર