જીવલેણ કોરોનાથી બચવા સેનિટાઈઝરનો લોકો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ગાંધીધામની પરિણીતાએ તો ઊલટી જ ગંગા વહાવી છે. આ નવતર પ્રકારના કિસ્સાની જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી એમએલસી મુજબ ગાંધીધામની 25 વર્ષીય પરિણીતા ભારતીબેન ખીમજી મહેશ્વરીએ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર મરવા અર્થે સેનિટાઈઝર પી લીધું હતું. ભારતીબેનને પ્રથમ સારવાર રામબાગમાં અપાયા બાદ વધુ સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે