Skip to content
માધાપરના 77 વર્ષીય વિઠ્ઠલભાઇ કાનજીભાઇ બારમેડાએ પોતાની બીમારીથી કંટાળી ગઇકાલે એસિડ પી લીધું હતું, જેનું આજે સારવાર દરમ્યાન મોત થયું છે. માધાપરમાં કોટકનગર મધ્યે રહેતા વિઠ્ઠલભાઇ બારમેડા કેન્સરની બીમારીથી પીડાતા હતા તેનાથી તેઓએ કંટાળીને ગઇકાલે રવિવારે બપોરે એસિડ ગટગટાવી લીધું હતું. ત્યારબાદ વિઠ્ઠલભાઇને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.’