જૂનાગઢ જિલ્લામાં અનેક સ્થળોએ જુગાર પર દરોડા


જૂનાગઢ જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણીયા જુગાર પર પોલીસ ત્રાટકી હતી. માંગરોળના લોએજ, વંથલી સાંતલપુરધાર, મેંદરડાનાં સમઢીયાળા, જૂનાગઢના માખીયાળા, વિસાવદરના ભલગામ, અને જૂનાગઢ બી ડીવીઝનના ચુનારાવાડા સહિત 40 શખ્સોને ઝડપી લીધા હતાં.
હાલ શ્રાવણીયો જુગાર ઠેર ઠેર રમાઈ રહ્યો છે. ગઇકાલે માંગરોળનાં લોએજ આંત્રોલી, વંથલીના સાંતલપુરધાર, મેંદરડાના સમઢીયાળાની સીમમાં, વિસાવદરના ભલગામ અને બી ડીવીઝનના ચુનારાવાડા સહિતમાંથી કુલ 40 શખ્સોને પોલીસે કુલ 3, 22,835 સાથે દબોચી લીધા હતાં.
લોએજ ખાતેથી 6ને 6810, આંત્રોલી શીલ ખાતેથી 5ને 10,840, સાંતલપુર (વંથલી) ખાતેથી 9, સમઢીયાળા ગામેથી 6ને, જૂનાગઢના માખીયાળા ગામે 57,730, વિસાવદરનાં ભલગામ ખાતેથી 7ને 48,745 અને જૂનાગઢના ચુનારાવાડા ખાતેથી 3ને 17,270 સાથે દબોચી લીધા હતાં.