ભાવનગરમાં બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં ઇસમની ધરપકડ


ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર 878/2020 I.P.C. કલમ 465, 471, 114 (બોગસ દસ્તાવેજ બનાવવા) તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.ન. 201/2020 પ્રોહી. કલમ 65(એ,ઇ), 116(બી) વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે ચીની S/O જયેશભાઇ દલપતભાઇ મારૂ ઉ.વ.21 રહેવાસી ઉત્તર કૃષ્ણનગર, આનંડનગર રોડ ભાવનગરવાળાને સર ટી હોસ્પીટલના દરવાજા પાસેથી એક ખુલ્લી (મ્યાન વગરની) છરી સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનનમાં હથિયાર બંધી જાહેરનામા ભંગ બદલ એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બોગસ દસ્તાવેજ બનાવવા તથા દારૂના કેસમાં વોન્ટેડ હોય ત્યા સોપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ, વિજયસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારિતસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા મનદિપસિંહ ગોહિલ જોડાયા હતા.