જામનગરમાં વેપારીની દુકાનમાંથી તસ્કરી


જામનગર: જામનગર શહેરમાં રહેતા એક વેપારીની દુકાનમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. નોબલ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા અને વોલ પેઇન્ટિંગનો માલ સમાન વચેચતા વેપારીનું દુકાનમાંથી રૂ.7000ની રોકડ, વાઈફાઈના બે રાઉટર તથા કેમેરાના ડિવિઆર મળી રૂ.50હજારનો મુદ્દામાલ ચોરાયો હતો. ગતરાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દુકાનમાંથી ચોરી કરીને નાશી છૂટ્યા હતા. નાશી છૂટેલા તસ્કરોની તપાસ અર્થે હાલ શોધખોળ ચાલી રહી છે.